Miss Bharati Sanghani
B. Sc.
Ahmedabad 10-7-1959
પરમ પૂજ્ય બહેન,
આપનો પ્રેમાળ પત્ર થોડા દિવસ પહેલા મળ્યો.
કાગળ લખવાનો વિચાર તો ઘણા સમયથી કરતી હતી પણ લખવામાં ઢીલ થઈ છે તો ક્ષમા આપશો.
ત્યાં આપની સર્વેની તબિયત સારી હશે. અહીં અમે બધા આનંદમાં છીએ.
બીજુ લખવાનું કે આપને ફોટા પરથી તો હું કેવી હોઈશ તેનો બરાબર ખ્યાલ ન આવ્યો તો હવે સન્મુખ જોવા ક્યારે આવશો? બહેન, મને પણ આપને તેમજ ચંદાબહેનને જોવાની, મળવાની તેમજ સાથે વાતો કરવાની ખુબ ઈચ્છા થઈ છે. તો આ મેળ ક્યારે થઈ શકશે! જો બની શકે તો જરૂર ફોટો મોકલશો.
બે દિવસ પહેલા પૂજ્ય બાને વડિયા પત્ર લખેલ છે. હું રાજકોટ ગયેલી ત્યારે મારે વડિયા જવાનો પ્રોગ્રામ હતો પરંતુ મારા પૂ. કાકાશ્રીની તબિયત ખરાબ થતા અમારે બધાને એકદમ અમદાવાદ આવવાનું થયુ તેથી પ્રોગ્રામ upset થઈ ગયો.
ત્યાં પૂ. અમૃતલાલભાઈને મારા પાદવંદન પાઠવશો. પ્રિય શૈલેષભાઈને મારી ખુબ ખુબ યાદી. અહીંથી મારા પૂ. બાએ તેમજ કાકાએ આશિષ લખાવ્યા છે. સરલાએ ખાસ યાદી પાઠવી છે.
તા.ક. સાથેનો પત્ર
પૂ. ચંદાબહેનને આપશોજી.
લી. ભારતીના પાદવંદન
પહોંચશે.
----------------------------------------------------------------------------------------------------------------
Miss Bharati Sanghani
B. Sc.
Ahmedabad 10-7-1959
Most Respected Sister,
I received your loving letter a few days ago
I had been thinking of writing a letter for a long time, but there was a delay in writing, so please forgive me
Hope everyone's health is good there. Here, all of us are doing well
Secondly, as you could not get a proper idea of how I look just from the photograph, when will you come to see me in person? Sister, I also have a great desire to see you and Chandaben, to meet you both, and to talk with you. So when will this meeting be possible! If possible, please do send a photograph
Two days ago, I wrote a letter to respected Ba in Vadiya. When I had gone to Rajkot, I had a plan to go to Vadiya, but because my respected uncle's (Kakashri's) health deteriorated, all of us had to come to Ahmedabad suddenly, so the plan got upset
Please convey my respectful greetings (paadavandan) to respected Amrutlalbhai. Very warm regards to dear Shaileshbhai. From here, my respected Ba and uncle have sent their blessings. Sarla has sent special regards
P.S.: Please give the enclosed letter to respected Chandaben
Yours respectfully,
Bharati's paadavandan.
--------------------------------------------------------------------------------------------------------------------

No comments:
Post a Comment