તા. ૨૦-૧૨-૪૯
પ્રિય જાનહ્વી,
મોડે મોડે પણ પત્ર મળ્યો.
આટલો લાંબો પત્ર લખવાની ફુરસદ મળી ખરી!
પ્રિય બહેન પર થોડા દિવસ પહેલાં પત્ર લખ્યો હતો પરંતુ એમને કાંઈ કારણસર મળ્યો નથી એમ લખે છે. સાથે બે કાવ્યો પણ મોકલેલ. આ સાથે પણ માનૂં છું. અને પછી મેં આગ્રહ કર્યો છે કે પાછળથી તે જરૂર લખજે.
હમણાં તો અભ્યાસ ની ધમાલ માં પડ્યો છું. પ્રીલી.ની આવતી ૨૪ તારીખ થી શરૂઆત થશે. ૫ મી એ પૂરી થશે.
S.S.C. ૧૫ મી માર્ચે શરૂ થશે. પ્રીલી પછી અહીં રોકાવાનો વિચાર નથી. વડિયા જઈશ. પરીક્ષા આપવા ભાવનગર જઈશ. પ્રીલી. પછી પરીક્ષાની તૈયારી કરવા બે મહિના રહેશે.
અનુભાઈ નો થોડા સમય પહેલાં મુંબઈ થી પત્ર હતો. વડિયા થી પણ બાપુજી નો ખુશીખબર નો પત્ર હતો. ચંદુકાકા વડિયા થી પાછા આવી ગયાં છે.
હમણાં હમણાં પિચરો તો ઘણાં જોયા. 'મંગળ ફેરા', 'ઘટોત્કચ', 'અંબેમા', 'કૃષ્ણ-રુકમણી', 'વીણા' વિ. 'મંગળફેરા' કંઈક સારું છે. વાર્તામાં 'ગુણસુંદરી' ની નોધ છે. બે-ત્રણ ગીતો બહુ સરસ છે. 'કૃષ્ણ-રુકમણી' માં પણ અવિનાશ વ્યાસ નાં ત્રણ સુંદર ગીતો છે, આજે બપોર સુધી 'ગર્લ્સ-સ્કૂલ' ચાલુ છે. હવે આ બોર્ડિંગ માં ૧૫ દિવસ જ ગાળવાના છે. એટલે મિત્રો સાથે જોવાય તેટલી મોજ છે. અહીં ઘણાં સમય થી કાંઈ અંગ્રેજી ચિત્ર આવ્યું નથી. પરંતુ અત્યાર સુધીમાં આવ્યા છે એટલાં અંગ્રેજી પિચ્ચર ભાગ્યે જ મૂકવાં હશે.
અહીં ઠંડી ઠીક પડે છે. છતાંય સવારમાં ઠંડા પાણીએ નાહવામાં હરકત આવતી નથી.
કુલકત્તાનો વળતો કાગળ લખજે. મને લાગે છે કે કદાચ મુંબઈ કરતાં પણ ઘણું ગીચ હશે. છતાં અમરેલી જેવું ભંગાર ગામ તો નહિ જ હોય.
પત્ર લખજે.
— બટુક.
અલી સંધ્યા સુસ્મિતે,
જ્યારે પશ્ચિમાકાશે છાયા ઢળે
તારી ધરે,
આભ ગૌર બની, સપ્તરંગ ધરી
ઝૂકે પૃથ્વીતરે . . . . .
આ લજ્જામયી,
આરક્ત ભાલે તવ બિન્દુ બની રહે
શુક્ર શોભી,
કૈં દિવસો ગણી, તુજ કંઠે અરી,
માળા સરી . . . .
નારંગી અર્ચિ,
વનપુષ્પો તણાં, પાયે નૂપુર પેરી
નાચી રહી,
અલકગૂંથ આણે કટિમેખલા ધરી
અભિસારી બની?
હે ત્રિલોચન,
અગન નૃત્ય અপূর্ব તમે જગાવો,
સંહાર નાં તાંડવ તણાં ડમરૂ બજાવો,
ધરતી ઉરે . . .
રચો તમે, માનવસંહારસૃષ્ટિ,
પ્રલય નાં સમરગીતો અનેરા,
અગમ્ય સૂરે . . .
પદ ઠોકરે ધ્રૂજાવો હે પિનાકપાણી,
દિગંત ને, સૂણાવી ઘોર ગંભીર વાણી,
ઉન્નત શિરે . . .
વિષધર વિરાટ, તમ સંહારજ્વાલા,
થજો ભલે જગત ની મૃત્યુમાલા,
વિશીર્ણ કંઠે . . .
Date: 20-12-49
Dear Janhavi,
Received your letter, even though it came late
You write that you had written a letter to dear sister a few days ago, but she did not receive it for some reason
Right now, I am caught up in the hustle and bustle of studies
S.S.C. will start on March 15th
There was a letter from Anubhai from Bombay a short while ago
Lately, I have watched quite a few movies
It is quite cold here
Do write a reply letter from Calcutta
Do write
— Batuk
(Poem 1)
O smiling evening twilight,
When shadows fall on the western sky
Upon your abode,
The sky turns fair, donning seven colors,
And bows toward the earth . . . . .
O modest one,
Remaining like a dewdrop on your blushing forehead
Shines the Venus star,
Counting days, like a garland
Around your neck . . . .
Orange radiance,
Dancing with anklets on the feet
Of wild flowers,
Wearing a hip-girdle over woven tresses,
Have you become an Abhisari (a lover seeking her beloved)?
(Poem 2)
O Trilochan (Lord Shiva),
Evoke your wondrous dance of fire,
Play your damru of destructive Tandav
Upon the heart of the earth . . .
Create a world of human annihilation,
Unique battle songs of doom,
In an unfathomable tune . . .
Make the horizons tremble with the stomp of your feet, O Pinakpani,
Proclaiming a deep, solemn voice
With a lofty head . . .
O cosmic serpent of poison, let your flames of destruction
Become the death-wreath of the world,
From your emaciated throat . . .
------------------------------------------------------------------------------------------------------------------




No comments:
Post a Comment