22/06/08
પ્રિય અંભુભાઈ – ભાભી
આપણે ફોનમાં વાત થયાં બાદ, તમારા તરફથી ચારેય સંસ્થાઓનું Literature મળ્યું. વાંચ્યું.
દરેકનાં સ્તરે ઘણું સારું કામ થઈ રહ્યું છે. પણ શ્રી વાલજીબાપુનું, ગરીબ બાળકોને ભણાવવાનું કામ મને વધુ ગમ્યું – તેથી આ સાથે એક ચેક No 762737 રૂ. ૫૦૦૦/- નો મોકલું છું જે એમને પહોંચાડી દેશો. જો તેઓ 80G ની રસીદ આપતા હોયતો લઈને મને મોકલશો (H.C. PAREKH નાં નામની).
ગયા અઠવાડિયે, મારે ભાનુબેન / ડૉ. રસિકલાલ સાથે પણ વાત થઈ. એમની સેવા-પ્રવૃત્તિ થી તો આપણે સૌ વાકેફ છીએ. વધારે વિચાર કરતાં એમ લાગ્યું કે પાર્શ્વભક્તિ ટ્રસ્ટ ને બદલે
Gujarat Blind Relief & Health Association
ને મોટી રકમની મદદ કરવી, તેવી ભારતિ અને મારી ઈચ્છા થઈ. તેથી મારા ૭૫ મા જન્મદિન ની યાદમાં, આજે, તેમને, રૂ. ૭૫૦૦૦/- નો ચેક મોકલાવી આપ્યો છે.
તમારા સૌની તબિયત સારી હશે. નિયતિ / અલ્કેશ આજે સવારની Flight માં લંડન ગયાં. મનીષ ગુરુવારે જશે. એ તા. ૩ નાં પાછા આવશે. અનોખીનું final exam paper સપ્ટેમ્બરમાં છે. જો ઈચ્છા થશે તો બીજું ૧ વર્ષ ભણશે.
એજલિ. બટુકભાઈ નાં પ્રણામ.
----------------------------------------------------------------------------------------------------------------------
22/06/08
Dear Amubhai – Bhabhi,
After our phone conversation, I received the literature for all four organizations from you. I read it
A lot of good work is being done at every level
Last week, I also spoke with Bhanuben / Dr. Rasiklal
Hope everyone is in good health
Regards from Batukbhai.
--------------------------------------------------------------------------------------------------------------------
.jpg)
No comments:
Post a Comment