પ્રિય બહેન જ્યોતિ,
આજે સવારે લગભગ 3 fast નોટસ ઉતારી અને અત્યારે ૨ પાનાનો કાગળ લખીને બે આંગળા દુખવા માંડ્યાં છે. પણ ટૂંકમાં આ સાથે India Evening નાં ફોટા મોકલું છું. વર્ણન પાછળ છે. ગયા રવિવારે મેં Naomai ને ઘરે (નીચે) Indian style થી ભાત, દાળ અને પૂરી બનાવી, મારા રૂમ-મેટ હોસ્ટ અને બોબ અને નમોમાઈ સાથે ખાણું ખાધેલું. ગયા શુક્રવારે Canadian National Ballet group તરફથી સુંદર બેલે ડાન્સ Auditorium માં હતો.
ઉર્મિલા નાં લગ્ન માં ખૂબ મજા આવી હશે. વડિયામાં નળતંત્ર હું ભૂલીજ ગયો! વાડી માં શું ઊગે છે? અહીં છેલ્લું અઠવાડિયું સુંદર નીકળ્યો
ગયો અને જરાય ઠંડી નહોતી. આજથી વળી ઠંડી શરૂ થઈ છે પણ ઘણાં વખતથી snow નથી. થોડા વખત પૂર્વે Uni. Theater તરફથી એક નાટક જોયું "Of Thee I Sing". સરસ! હમણાં અહીં Religious Emphasis week ચાલે છે એટલે Students Union માં ધાર્મિક ભાષણો ઘણાં થાય છે. પણ ફુરસદ કોને છે? ઘણાં ખરા લોકો ધાર્મિક દેખાય છે. કદાચ આ શુક્રવારે Junior High School માં હું Boy Scout અને Girl Guide સંમેલન (!) માં એક ગીત ગાઈશ. ત્યાંથી એકાદ આશ્રમભજનાવલિ અને ઓઢિયું (ચાર-પાંચ) મોકલવાનું નટુભાઈ ને યાદ કરાવજે.
ત્યાં આગળ સૌ ને યાદી. દિનેશ શું કરે છે?
આનંદ સૌ ને યાદી
લી. બટુકના પ્રણામ
Dear Sister Jyoti,
This morning I took down almost 3 fast notes, and now after writing a 2-page letter, my two fingers have started aching
Urmila's wedding must have been a lot of fun
Regards to everyone there
Warm regards to everyone from Anand
Yours,
Pranam from Batuk
---------------------------------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment