૨૯-૮-૪૯
અમરેલી.
પ્રિય ચંદનબહેન,
તમારો પત્ર મળ્યો. રક્ષાઓ પણ મળી હતી, પરંતુ સરનામું નહોતું તેથી પત્ર ન લખી શક્યો.
પ્રતિ વર્ષે તમારા રક્ષાબંધન ની પાછળ જે ઉત્કટ ભાવના જોવામાં આવતી એ આ વખતે નહોતી. સૂતર નાં બે તાંતણા ની સ્વહસ્તે બનાવેલી રાખડી વધુ પ્રિય લાગત!
નિબંધ-હરિફાઈ માં હું પ્રથમ આવ્યો છું. પ્રથમ ઇનામ રૂપે મને પૂ. બાપુનું 'માણસાઈ નાં દીવા' મળ્યું. 'યૂનો' વિષે નો નિબંધ ફરી કોઈવાર મોકલીશ.
૧૫ મી ઓગસ્ટ તમે કેવી રીતે ઉજવી? મેં વડિયા ની જાહેરસભા નાં અને ધ્વજવંદન નાં ફોટા લીધેલાં. સરસ આવ્યા છે.
ખેતીવાડી ની યોજના આગળ
ધપી રહી છે. સૌરાષ્ટ્ર સરકાર ની સાથે મંત્રણા કરીને મોટાભાઈ એ આજુબાજુ નાં ખેતરો ને પાણી પૂરું પાડવાની યોજના ઘડી છે. સરકાર પોતાના ખર્ચે મોટો કૂવો ખોદાવી મશીન મૂકી આપવા તૈયાર છે. હવે ખેડૂતો માને તો થાય.
આ તરફ વરસાદ ઠીક હતો. પરંતુ છેલ્લાં ૨૦-૨૫ દિવસ થી નથી. હવે જો જલદીથી વરસાદ નહીં થાય તો પાન બળી જવાનો ભય રહે છે.
ગાંધી-જયંતિ પ્રસંગે અમારી બોર્ડિંગ માં થી એક માસિક નીકાળવું છે. તંત્રીમંડળ માં હું પણ છું. તેને માટે થોડાક મિત્રો અને મારું એકાદ બે કાવ્યો આપવાનો વિચાર છે. આ સાથે એક કાવ્ય મોકલું છું. ચિત્રકળા નાં ક્ષેત્ર માં તમારો વિકાસ અટકી જશે તો મારાં જેટલું દુઃખ કોઈને નહીં થાય!
તમારી રક્ષા મળી હતી. બેન ની નહીં.
રક્ષાબંધન ની ભેટ માં શું મોકલું તે જરૂર જણાવશો.
મારા સુંદર ભાઈ નટુ નો અભ્યાસ બરાબર ચાલુ છે. હમણાં તો મારે અઠવાડિયામાં એકાદ બે પરીક્ષાઓ તો હોય જ છે.
તમારી તથા શ્રી. ભોગીલાલજી ની તબીયત સવ સારી હશે. પૂ. મોટાં-બહેન મજામાં હશે. અહીં મારી તબીયત સારી છે. પત્ર લખશો.
— હેમેન્દ્ર નાં પ્રણામ
29-8-49
Amreli.
Dear Chandanbahen,
I received your letter
The intense emotion that was seen behind your Raksha Bandhan every year was missing this time
I came first in the essay competition
How did you celebrate the 15th of August?
The agricultural scheme is moving forward
Rains were decent on this side, but there has been no rain for the last 20-25 days
On the occasion of Gandhi Jayanti, we want to publish a monthly magazine from our boarding school
I received your Rakhi, but not sister's
Please do let me know what I should send as a Raksha Bandhan gift
Studies of my handsome brother Natu are going on fine
Hope health of both you and Shri Bhogilalji is good
— Pranam from Hemendra
---------------------------------------------------------------------------------------------------------------------




No comments:
Post a Comment